“શાળાએ સરસ્વતીનું મંદિર છે.”

“સમંડા શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.”

Search This Blog

Wednesday, August 17, 2022

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો

સેન્દ્રિય ખાતર પ્રાણી અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર થાય છે. છાણિયું ખાતર, લીલો પડવાશ, કંપોસ્ટ, સોનખત, જેવા ખાતરો ને મંદ સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. જયારે વિવિધ પ્રકારના તેલીબિયાંમાંથી મળતા ખોળ, જેવા કે મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, તલનો ખોળ, સરસવનો ખોળ, કરંજનો ખોળ વગેરે માછલીનું ખાતર, હાડકાનો ભૂકો, સૂકુલોહી વગેરે સાંદ્ર સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે.

જમીનને ખોદી પોચી કરતા બાળકો


સેન્દ્રિય ખાતરોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વળી આ ખાતરોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે અને તેમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું નીચું અને એકબીજા તત્વ સાથે અસંતુલિત હોય છે. તેમની અવશેષીય અસર વ્યાપક હોય છે. લીલો પડવાશ એટલે કઠોળ વર્ગના પાકને ખેતરમાં વાવીને ફૂલ આવ્યા પહેલાં અગર બીજી કોઈ વનસ્પતિનાં પાંદડા તેમજ ડાળીઓને જમીનમાં દબાવી દેવાની પદ્ધતિ. જમીનની ભૌતિક પરિસ્થિતિ તેમજ ફળદ્રુપતા જાળવવામાં લીલો પડવાશ છાણિયા ખાતર જેવું જ કામ કરે છે. જે વિસ્તારમાં છાણિયા ખાતરની અછત હોય અને ઘનિષ્ટ ખેતી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય તેવા વિસ્તારમાં લીલા પડવાશનો પાક ફેરબદલીમાં સમાવેશ કરવો જોઈએ. જયાં પિયતની સગવડ હોય ત્યાં વરસાદ પડતાં પહેલાં ૧પ થી ર૦ દિવસે અને પિયતની સગવડ ન હોય ત્યાં પહેલા વરસાદે લીલા પડવાશના પાકો વાવવા જોઈએ. શણ, ઈકકડ, અડદ, મગ, ગુવાર અને ચોળા જેવા પાકો લીલા પડવાશ તરીકે લેવાય છે. આ પાકો અનુક્રમે પ્રતિ હેકટરે વધુમાં વધુ ૭પ, ૭૦, ૪૦, ૩પ, પપ, અને ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વ ઉમેરે છે.

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો 









સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો
સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો નીચે મુજબ છે.
  • ઢોરઢાંખરના અવશેષો દા.ત. ઢોરઢાંખરના છાણમૂત્ર, મરઘાં બતકની હગાર.
  • વિવિધ ધાન્ય, કઠોળ અને તૈલી પાકોના અવશેષો દા.ત. ઘઉંનું ભુસુ, ડાંગરનું પરાળ, જુવાર, બાજરી અને મકાઈના રાડા અને મૂળીયા, મગ–અડદ, ચણા–મગફળી વગરેનું ગોતર, તમાકુના જડીયા, કપાસના જડીયા, શેરડીની પતરી, શાકભાજી પાકોના અવશેષો.
  • વિવિધ લીલા પડવાશના પાકોના અવશેષો દા.ત. શણ અને ઈકકડનો લીલો પડવાશ.
  • કૃષિ આધારિત ઉધોગોની આડપેદાશ દા.ત. જુદી જુદી જાતના ખોળો, બગાસ, પે્રસમડ, લાકડાનો વ્હેર,(વિવિધ ફળફળાદી પાકોના અવશેષો–ટામેટા કેચઅપ વેસ્ટ, કેરીની છાલ વગેરે)

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો 







જમીનની ઉત્પાદકતા વધારવામાં સેન્દ્રિય ખાતરોનો ફાળો
  • વતી ઓછી માત્રમાં બધા જ આવશ્યક પોષક તત્વો પૂરાં પાડે છે. આમ છતાંયે, જમીનમાંથી મળતા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને ગંધક મોટાભાગે સેન્દ્રિય પદાર્થોમાંથી જ મળે છે. આ ઉપરાંત, જમીનમાં વિટામીન્સ, ઓકિસઝન અને એન્ટીબાયોટીકસ પણ પૂરાં પાડે છે. 
  • વિવિધ સુક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતાના આધારે કોહવાતા સેન્દ્રિય પદાર્થો પુષ્કળ પ્રમાણમાં અંગારવાયું તથા સેન્દ્રિય અમ્લો છૂટા પાડે છે. વધુમાં મૂળિયા વાટે સેન્દ્રિય પ્રવાહી ઝરે છે, જે ખનિજોની દ્રાવ્યતા વધારી પોષક તત્વો છૂટા પાડવામાં મદદરૂપ બને છે.
  • પોષક તત્વોને જમીનમાં જકડાઈ જતાં અગર અદ્રાવ્ય બનતાં અટકાવે છે. ફોસ્ફરસ, જસત, લોહ જેવાં તત્વોનું સંકીર્ણ સંયોજન બનાવી લાંબા સમય સુધી દ્રાવ્ય સ્થિતિમાં રાખે છે.
  • સેન્દ્રિય પદાર્થોના સૂક્ષ્મ ઘટકો રૂણાવેશ ધરાવતાં હોવાથી ધનાવેશ ધરાવતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, લોહ વગેરેને જકડી રાખે છે, અને નિતાર વાટે વહી જતાં અટકાવે છે.
  • સેન્દ્રિય પદાર્થોના કહોવાણથી છૂટા પડતા ચીકણા પદાર્થો રેતી તથા માટીના રજકણોને બાંધે છે, અને જમીનનું પ્રત સુધારી તેને છિદ્રાળુ બનાવે છે, પરિણામે હવાની અવરજવરમાં અને પાણીના વહનમાં સુધારો કરે છે.
  • સેન્દ્રિય ખાતરો વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો પણ ધરાવતાં હોવાથી સંપૂર્ણ ખાતર તરીકેનું કામ કરે છે, જયારે રાસાયણિક ખાતરોમાં સબંધિત મુખ્ય પોષક તત્વો મર્યાદિત સંખ્યામાં હોય છે.
આમ, સેન્દ્રિય ખાતરો વિવિધ રીતે જમીનની ઉત્પાદકતા વધારવામાં મહત્વના હોય પાક ઉત્પાદનમાં માત્ર રાસાયણિક ખાતરો જ ન ઉમેરતાં, જરૂરી જથ્થામાં સેન્દ્રિય ખાતરો ઉમેરવાં આવશ્યક છે.

Friday, August 5, 2022

વૃક્ષારોપણ કાર્યક્રમ 05-08-2022

વૃક્ષારોપણ કાર્યક્રમ 05-08-2022
આજ રોજ સમંડા શાળામાં 20 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં મુખ્ય શિક્ષક શ્રી ડી.એમ.રાઠોડ, મ.શિ. એ.જી. કુકડીયા અને 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા 30 વૃક્ષો બાળકોને ઘરે અને ગામમાં વાવવા માટે આપ્યા.ટોટલ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષોએ ધરતી પરનું આભૂષણ છે.
                             
                              





રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત છેઃ ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ એક ઝાડ’ વગેરે . આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.5 મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા – વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

આપણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે . તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક – એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે.

આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક – એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.

Friday, April 1, 2022

ઢીંગલી મારી રીસાણી  (બાળગીત)

ઢીંગલી મારી રીસાણી  (બાળગીત)

🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀
ઢીંગલી મારી રીસાણી
               ઢીંગલી મારી રીસાણી
બોલતી નથી, ચાલતી નથી
              ઢીંગલી મારી રીસાણી

ખાવાને આપું બંટીને બાજરો
       પહેરવા આપું સાડીને ઘાઘરો
હાથે રે તને ઘડિયાળ રે બાંધુ
            ખાવા માટે લાપસી રે રાંધુ
હસતી નથી,ખાતી નથી..
             ઢીંગલી મારી રીસાણી

બેસવાને તને ચેર રે આપુ
           બેબીકટ તારા વાળ રે કાપુ
પગમાં તને રે પાયલ પહેરાવુ
          ઠંડો રે તને આઈસ ખવરાવુ
રમતી નથી,નાચતી નથી..
               ઢીંગલી મારી રીસાણી

આંગળી ઝાલીને તને
            નિશાળે મૂકવા આવું
ગીતો મજાના તને હું
             નિશાળમાં સંભાળાવું
ગાતી નથી,દોડતી નથી..
             ઢીંગલી મારી રીસાણી
🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀🤹‍♀

                લિ.
કનુજી કેશાજી ઠાકોર (કનકસિંહ)
હાસ્ય કલાકાર/બાળકવિ

Tuesday, June 29, 2021

વૃક્ષારોપણ કાર્યક્રમ 29-06-2021

વૃક્ષારોપણ કાર્યક્રમ 29-06-2021
આજ રોજ સમંડા શાળામાં 20 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં મુખ્ય શિક્ષક શ્રી ડી.એમ.રાઠોડ અને 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા 30 વૃક્ષો બાળકોને ઘરે અને ગામમાં વાવવા માટે આપ્યા.ટોટલ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષોએ ધરતી પરનું આભૂષણ છે.







વૃક્ષો વાદળાંને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

આપણા દેશમાં થોડાં વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતાં. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો.






માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાળમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યો નહિ. પરિણામે વનસ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.

રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત છેઃ ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ એક ઝાડ’ વગેરે . આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.5 મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા – વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

Tuesday, July 23, 2019

માટી કામ

માટીકામ કરતા બાળકો...
પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ તે પહેલા લોકો માટીમાંથી બનાવેલાં પાત્રોનો ઉપયોગ કરતા હતા.

એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડીમ માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં હતાં.

અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવતી, ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં.

ગામડાંનાં બધા જ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી હતી.

ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકોટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામા લાંઘઞમાંથી મળી આવેલા હાથથી બનાવેલાં માટેનાં વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોંહે-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.

કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે.

આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે.) જોવા મળે છે.







વૃક્ષારોપણ કાર્યક્રમ 23-07-2019

વૃક્ષારોપણ કાર્યક્રમ 23-07-2019
આજ રોજ સમંડા શાળામાં 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં મુખ્ય શિક્ષક શ્રી ડી.એમ.રાઠોડ અને 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા 50 વૃક્ષો બાળકોને ઘરે અને ગામમાં વાવવા માટે આપ્યા.ટોટલ 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષોએ ધરતી પરનું આભૂષણ છે.

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતાં. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.

કાર્યક્રમની બોલતી તસ્વીરો નીચે આપેલ છે.











રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે : ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

આપણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.