“શાળાએ સરસ્વતીનું મંદિર છે.”

“સમંડા શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.”

Search This Blog

Wednesday, August 17, 2022

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો

સેન્દ્રિય ખાતર પ્રાણી અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર થાય છે. છાણિયું ખાતર, લીલો પડવાશ, કંપોસ્ટ, સોનખત, જેવા ખાતરો ને મંદ સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. જયારે વિવિધ પ્રકારના તેલીબિયાંમાંથી મળતા ખોળ, જેવા કે મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, તલનો ખોળ, સરસવનો ખોળ, કરંજનો ખોળ વગેરે માછલીનું ખાતર, હાડકાનો ભૂકો, સૂકુલોહી વગેરે સાંદ્ર સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે.

જમીનને ખોદી પોચી કરતા બાળકો


સેન્દ્રિય ખાતરોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વળી આ ખાતરોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે અને તેમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું નીચું અને એકબીજા તત્વ સાથે અસંતુલિત હોય છે. તેમની અવશેષીય અસર વ્યાપક હોય છે. લીલો પડવાશ એટલે કઠોળ વર્ગના પાકને ખેતરમાં વાવીને ફૂલ આવ્યા પહેલાં અગર બીજી કોઈ વનસ્પતિનાં પાંદડા તેમજ ડાળીઓને જમીનમાં દબાવી દેવાની પદ્ધતિ. જમીનની ભૌતિક પરિસ્થિતિ તેમજ ફળદ્રુપતા જાળવવામાં લીલો પડવાશ છાણિયા ખાતર જેવું જ કામ કરે છે. જે વિસ્તારમાં છાણિયા ખાતરની અછત હોય અને ઘનિષ્ટ ખેતી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય તેવા વિસ્તારમાં લીલા પડવાશનો પાક ફેરબદલીમાં સમાવેશ કરવો જોઈએ. જયાં પિયતની સગવડ હોય ત્યાં વરસાદ પડતાં પહેલાં ૧પ થી ર૦ દિવસે અને પિયતની સગવડ ન હોય ત્યાં પહેલા વરસાદે લીલા પડવાશના પાકો વાવવા જોઈએ. શણ, ઈકકડ, અડદ, મગ, ગુવાર અને ચોળા જેવા પાકો લીલા પડવાશ તરીકે લેવાય છે. આ પાકો અનુક્રમે પ્રતિ હેકટરે વધુમાં વધુ ૭પ, ૭૦, ૪૦, ૩પ, પપ, અને ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વ ઉમેરે છે.

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો 









સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો
સેન્દ્રિય પદાર્થોના સ્ત્રોતો નીચે મુજબ છે.
  • ઢોરઢાંખરના અવશેષો દા.ત. ઢોરઢાંખરના છાણમૂત્ર, મરઘાં બતકની હગાર.
  • વિવિધ ધાન્ય, કઠોળ અને તૈલી પાકોના અવશેષો દા.ત. ઘઉંનું ભુસુ, ડાંગરનું પરાળ, જુવાર, બાજરી અને મકાઈના રાડા અને મૂળીયા, મગ–અડદ, ચણા–મગફળી વગરેનું ગોતર, તમાકુના જડીયા, કપાસના જડીયા, શેરડીની પતરી, શાકભાજી પાકોના અવશેષો.
  • વિવિધ લીલા પડવાશના પાકોના અવશેષો દા.ત. શણ અને ઈકકડનો લીલો પડવાશ.
  • કૃષિ આધારિત ઉધોગોની આડપેદાશ દા.ત. જુદી જુદી જાતના ખોળો, બગાસ, પે્રસમડ, લાકડાનો વ્હેર,(વિવિધ ફળફળાદી પાકોના અવશેષો–ટામેટા કેચઅપ વેસ્ટ, કેરીની છાલ વગેરે)

જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો 







જમીનની ઉત્પાદકતા વધારવામાં સેન્દ્રિય ખાતરોનો ફાળો
  • વતી ઓછી માત્રમાં બધા જ આવશ્યક પોષક તત્વો પૂરાં પાડે છે. આમ છતાંયે, જમીનમાંથી મળતા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને ગંધક મોટાભાગે સેન્દ્રિય પદાર્થોમાંથી જ મળે છે. આ ઉપરાંત, જમીનમાં વિટામીન્સ, ઓકિસઝન અને એન્ટીબાયોટીકસ પણ પૂરાં પાડે છે. 
  • વિવિધ સુક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતાના આધારે કોહવાતા સેન્દ્રિય પદાર્થો પુષ્કળ પ્રમાણમાં અંગારવાયું તથા સેન્દ્રિય અમ્લો છૂટા પાડે છે. વધુમાં મૂળિયા વાટે સેન્દ્રિય પ્રવાહી ઝરે છે, જે ખનિજોની દ્રાવ્યતા વધારી પોષક તત્વો છૂટા પાડવામાં મદદરૂપ બને છે.
  • પોષક તત્વોને જમીનમાં જકડાઈ જતાં અગર અદ્રાવ્ય બનતાં અટકાવે છે. ફોસ્ફરસ, જસત, લોહ જેવાં તત્વોનું સંકીર્ણ સંયોજન બનાવી લાંબા સમય સુધી દ્રાવ્ય સ્થિતિમાં રાખે છે.
  • સેન્દ્રિય પદાર્થોના સૂક્ષ્મ ઘટકો રૂણાવેશ ધરાવતાં હોવાથી ધનાવેશ ધરાવતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, લોહ વગેરેને જકડી રાખે છે, અને નિતાર વાટે વહી જતાં અટકાવે છે.
  • સેન્દ્રિય પદાર્થોના કહોવાણથી છૂટા પડતા ચીકણા પદાર્થો રેતી તથા માટીના રજકણોને બાંધે છે, અને જમીનનું પ્રત સુધારી તેને છિદ્રાળુ બનાવે છે, પરિણામે હવાની અવરજવરમાં અને પાણીના વહનમાં સુધારો કરે છે.
  • સેન્દ્રિય ખાતરો વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો પણ ધરાવતાં હોવાથી સંપૂર્ણ ખાતર તરીકેનું કામ કરે છે, જયારે રાસાયણિક ખાતરોમાં સબંધિત મુખ્ય પોષક તત્વો મર્યાદિત સંખ્યામાં હોય છે.
આમ, સેન્દ્રિય ખાતરો વિવિધ રીતે જમીનની ઉત્પાદકતા વધારવામાં મહત્વના હોય પાક ઉત્પાદનમાં માત્ર રાસાયણિક ખાતરો જ ન ઉમેરતાં, જરૂરી જથ્થામાં સેન્દ્રિય ખાતરો ઉમેરવાં આવશ્યક છે.

No comments:

Post a Comment