જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો
- ઢોરઢાંખરના અવશેષો દા.ત. ઢોરઢાંખરના છાણમૂત્ર, મરઘાં બતકની હગાર.
- વિવિધ ધાન્ય, કઠોળ અને તૈલી પાકોના અવશેષો દા.ત. ઘઉંનું ભુસુ, ડાંગરનું પરાળ, જુવાર, બાજરી અને મકાઈના રાડા અને મૂળીયા, મગ–અડદ, ચણા–મગફળી વગરેનું ગોતર, તમાકુના જડીયા, કપાસના જડીયા, શેરડીની પતરી, શાકભાજી પાકોના અવશેષો.
- વિવિધ લીલા પડવાશના પાકોના અવશેષો દા.ત. શણ અને ઈકકડનો લીલો પડવાશ.
- કૃષિ આધારિત ઉધોગોની આડપેદાશ દા.ત. જુદી જુદી જાતના ખોળો, બગાસ, પે્રસમડ, લાકડાનો વ્હેર,(વિવિધ ફળફળાદી પાકોના અવશેષો–ટામેટા કેચઅપ વેસ્ટ, કેરીની છાલ વગેરે)
જમીનમાં છાણિયુ ખાતર નાખતા બાળકો
- વતી ઓછી માત્રમાં બધા જ આવશ્યક પોષક તત્વો પૂરાં પાડે છે. આમ છતાંયે, જમીનમાંથી મળતા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને ગંધક મોટાભાગે સેન્દ્રિય પદાર્થોમાંથી જ મળે છે. આ ઉપરાંત, જમીનમાં વિટામીન્સ, ઓકિસઝન અને એન્ટીબાયોટીકસ પણ પૂરાં પાડે છે.
- વિવિધ સુક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતાના આધારે કોહવાતા સેન્દ્રિય પદાર્થો પુષ્કળ પ્રમાણમાં અંગારવાયું તથા સેન્દ્રિય અમ્લો છૂટા પાડે છે. વધુમાં મૂળિયા વાટે સેન્દ્રિય પ્રવાહી ઝરે છે, જે ખનિજોની દ્રાવ્યતા વધારી પોષક તત્વો છૂટા પાડવામાં મદદરૂપ બને છે.
- પોષક તત્વોને જમીનમાં જકડાઈ જતાં અગર અદ્રાવ્ય બનતાં અટકાવે છે. ફોસ્ફરસ, જસત, લોહ જેવાં તત્વોનું સંકીર્ણ સંયોજન બનાવી લાંબા સમય સુધી દ્રાવ્ય સ્થિતિમાં રાખે છે.
- સેન્દ્રિય પદાર્થોના સૂક્ષ્મ ઘટકો રૂણાવેશ ધરાવતાં હોવાથી ધનાવેશ ધરાવતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, લોહ વગેરેને જકડી રાખે છે, અને નિતાર વાટે વહી જતાં અટકાવે છે.
- સેન્દ્રિય પદાર્થોના કહોવાણથી છૂટા પડતા ચીકણા પદાર્થો રેતી તથા માટીના રજકણોને બાંધે છે, અને જમીનનું પ્રત સુધારી તેને છિદ્રાળુ બનાવે છે, પરિણામે હવાની અવરજવરમાં અને પાણીના વહનમાં સુધારો કરે છે.
- સેન્દ્રિય ખાતરો વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો પણ ધરાવતાં હોવાથી સંપૂર્ણ ખાતર તરીકેનું કામ કરે છે, જયારે રાસાયણિક ખાતરોમાં સબંધિત મુખ્ય પોષક તત્વો મર્યાદિત સંખ્યામાં હોય છે.






















































