“શાળાએ સરસ્વતીનું મંદિર છે.”

“સમંડા શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.”

Search This Blog

Friday, August 5, 2022

વૃક્ષારોપણ કાર્યક્રમ 05-08-2022

વૃક્ષારોપણ કાર્યક્રમ 05-08-2022
આજ રોજ સમંડા શાળામાં 20 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં મુખ્ય શિક્ષક શ્રી ડી.એમ.રાઠોડ, મ.શિ. એ.જી. કુકડીયા અને 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા 30 વૃક્ષો બાળકોને ઘરે અને ગામમાં વાવવા માટે આપ્યા.ટોટલ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષોએ ધરતી પરનું આભૂષણ છે.
                             
                              





રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત છેઃ ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ એક ઝાડ’ વગેરે . આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.5 મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા – વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

આપણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે . તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક – એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે.

આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક – એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.

No comments:

Post a Comment